વ્યારા નગરપાલિકા દ્વારા સતત વરસાદ વચ્ચે સ્વચ્છતા ઝુંબેશ વેગવાન
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01 :- તાપી જિલ્લામાં રેડ એલર્ટ તથા વર્તમાન પરિસ્થતિમાં નગરજનોને ગંદકી અને રોગચાળાથી બચાવવા માટે વ્યારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ પાણીના નિકાલ માટે અવરોધ ન ઊભો થાય તે માટે સફાઈ કામદારો દ્વારા રોડ-રસ્તાઓ અને શેરીઓમાંથી કચરો, પ્લાસ્ટિક સહિતના તમામ અવરોધોને હટાવી સ્વચ્છતાલક્ષી કામગીરીને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
