ઝંખવાવ થી માંડવી જતાં માર્ગ ઉપર કાર ભેખર સાથે ભટકાતા થયેલો અકસ્માત : બે ને ગંભીર ઇજા 

0
IMG-20200627-WA0021
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૨૭ મી જૂનનાં રોજ બોપોરનાં સમયે એક કાર માંગરોળ તાલુકાના ઝંખવાવ થી માંડવી જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી,ત્યારે ઝંખવાવ થી થોડે દુર માંગરોળ અને માંડવી તાલુકાની બોર્ડર ઉપર માર્ગની બાજુમાં આવેલી પથ્થર અને માટી ની ભેખડ સાથે મારૂતિ સ્વીફ્ટ કાર ધડાકા ભેર ભટકાઈ હતી, કારનો નંબર જી.જે.-૨૬-એ-૭૯૫૩ છે, આ પારસિંગ વ્યારા જિલ્લા નું છે, કારભટકાતા કારમાં સવાર બે શખ્સોને ગંભીર ઇજાઓ થતાં, માર્ગ પરથી પસાર થતાં અન્ય રાહદરીઓએ  ઝંખવાવ ખાતે આવેલ સરકારી રેફરેલ હોસ્પિટલમાં સારવાર માટે પોહચાડ્યા હતા, જ્યાં ફરજ ઉપરનાં તબીબ ડો. ચૌધરીએ પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે બારડોલી ખાતે લઈ જવામાં આવ્યા છે, બંનેને ગંભીર ઇજાઓ થવા પામી છે, એક શખ્સનો આઇ.કાર્ડ મળતા એમાં એમનું નામ નગીનભાઈ હીમજીભાઈ ગામીત લખેલ છે, અને શ્રી અને શ્રીમતી પી.કે.કોથવાલા આર્ટસ કોલેજ, પાટણ લખેલું છે, કાર ને પણ વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *