ધામણદેવીના અનામત જંગલમાંથી ખેરના લાકડાનો જથ્થો જપ્ત

વ્યારા વન વિભાગની રાત્રિ કાર્યવાહી; ૨૨ નંગ છોલેલા ખેર લાકડા જપ્ત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01. નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા તથા મદદનીશ વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યારા વન વિભાગે ચોક્કસ બાતમીના આધારે ધામણદેવી ગામના અનામત જંગલ વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી હતી.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વ્યારા શ્રી એ.એસ. સંધાણી, તથા રેન્જ સ્ટાફે પૂર્ણા નદીના કિનારાના વિસ્તારમાં તપાસ દરમિયાન બિનવારસી હાલતમાં સંતાડીને રાખવામાં આવેલા છોલેલા ખેરના ૨૨ નંગ (અંદાજે ૦.૪૫૯ ઘનમીટર) જપ્ત કર્યા હતા.
આ અંગે રા. ગુ. નં. ૧૫/૨૦૨૬-૨૭ હેઠળ વન ગુનો નોંધી જપ્ત કરાયેલ મુદ્દામાલ સરકારી ડેપો, ડોલવણ ખાતે જમા કરવામાં આવ્યો છે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
