વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી. ટીમ તથા ડોલવણ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. પોલીસ ઈન્સ્પેકટર શ્રી, કે.ડી. મંડોરા, એસ.ઓ.જી. તાપી તથા પ્રો.પો.ઈ.શ્રી કે.ડી. શર્મા ડોલવણ પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પો.સ.ઈ. શ્રી એન.પી. ગરાસીયાને મળેલ માહિતી આધારે તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ આરોપી મિલનકુમાર ડાહ્યાભાઇ પટેલ રહે.વરજાખણ ગામ દુકાન ફળિયા તા.ડોલવણ જી.તાપીએ પોતાના કબજામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૩૩૪ ગ્રામ કિં. રૂ. ૧૬,૭૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા વજન કાંટાની કિમંત રૂપિયા ૨૦૦/- તથા પારદર્શક પ્લાસ્ટીકની ઝીપ બેગ નંગ ૫૦ તથા સીલ બંધ પારદર્શક પ્લાસ્ટીકની ઝીપ બેગનુ પેકેટો મળી કુલ કિ.રૂ.૨૧,૯૦૦/-ના મત્તાના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર પકડાઈ ગયેલ તેમજ ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી, ડોલવણ પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ ડોલવણ પોલીસ કરી રહેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) મિલનકુમાર ડાહ્યાભાઈ પટેલ રહે.વરજાખણbગામ દુકાન ફળિયા તા.ડોલવણ જી.તાપી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ-
(૧) પ્રો. પોલીસ ઈન્સ્પેકટરશ્રી. કે.ડી. શર્મા ડોલવણ પો.સ્ટે. જી.તાપી, (૨) પો.સ.ઈ.શ્રી.એન.પી.ગરાસીયા એસ.ઓ.જી.તાપી, (૩) એ.એસ.આઈ. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. તાપી, (૪) અ.હે.કો. શરદભાઈ સુરજીભાઈ એસ.ઓ.જી. તાપી, (૫) અ.હે.કો. કમલેશભાઈ કૃષ્ણાભાઈ એસ.ઓ.જી. તાપી, (૬) અ.પો.કો. ભાવેશભાઈ જીતુભાઈ ડોલવણ પો.સ્ટે., (૭) ડ્રા.પો.કો. પો.કો.નરેદ્રભાઈ રમેશભાઈ એસ.ઓ.જી તાપી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
