તાપી ARTO કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

0
Arto office gate tapi district
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 29 – તાપી જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન નોંધણી, નોંધણી બાદની કાર્યવાહી, ટેક્સ અને પરમિટ સંબંધિત કામગીરી માટે આવતા હોય છે.

 

જેને કેન્દ્રમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે અરજદારો સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી ઉક્ત કચેરી પર આવતી જાહેર જનતા કે અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવત્તિ કરી રહેલા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

 

આ જાહેરનામાની અમલવારી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ થી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *