સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મીરપુર ગામે ડોર ટુ ડોર કચરા કલેક્શન

સુકો અને ભીનો કચરાનું વર્ગીકરણ તથા સ્વચ્છતા અંગે જાગૃતતા વધી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 28. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મીરપુર ખાતે ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ગામના તમામ ઘરોમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરાયું હતું.
ગામમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી હાથ ધરાયેલી આ ઝુંબેશથી ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે ભારે જાગૃતિ જોવા મળી હતી. આ અભિયાનથી પ્રેરિત થઈને ગ્રામજનોએ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ એકઠો કરી સ્વચ્છતા કર્મીઓને સોંપ્યો હતો તથા પોતાના ઘર અને આંગણાને સ્વચ્છ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
