સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી

0
સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા જૂની બાવળી સ્થિત પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના તાલીમ સહાયક શ્રી હાર્દિક સિકોતરીયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંરક્ષણનું મહત્વ, વૈશ્વિક તાપમાનમાં વધારો (ગ્લોબલ વોર્મિંગ), નદીઓ, વનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે સરળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદાર નાગરિક બનવા અને વૃક્ષારોપણ તેમજ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી.

 

આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આશરે ૩૫ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા અને માર્ગદર્શન મેળવ્યું.

 

સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં, પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા, જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *