વન વિભાગની મોટી કાર્યવાહી : ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

0
વન વિભાગની મોટી કાર્યવાહી : ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 28. – તાપી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે થતી લાકડાની ચોરી અને તસ્કરી સામે નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ વન સંરક્ષકશ્રીની સૂચના મુજબ, તાપી વન વિભાગે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો તેમજ પરિવહન માટે વપરાયેલ વાહન જપ્ત કર્યું છે.

 

મળેલી ચોક્કસ બાતમીના આધારે તા.૨૪.૦૭.૨૬ના રોજ વ્યારા આર.એફ.ઓ.શ્રી એ.એસ. સંધાણી અને તેમની ટીમે ઉમરવાવ નજીક આવેલા કંમ્પા નં. ૩૦૧-એ ના જંગલ વિસ્તારમાં સ્થળ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જંગલ ભાગમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા ખેરના ૬ નંગ આશરે ૦.૬૪૦ ઘન મીટર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ ૧૦૧૪૬ થાય છે.

વન વિભાગની મોટી કાર્યવાહી : ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ ગુનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં, તા. ૨૬.૦૭.૨૬ના રોજ મળેલી બીજી બાતમીના આધારે વન વિભાગની ટીમે ખુટાડીયા ગામે ગૌચરની જમીનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી છોલેલા ખેરના ૧૬ નંગ આશરે ૦.૭૬૨ ઘન મીટર – કિંમત રૂ. ૧૮૮૯૮ તથા લાકડાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતું અંદાજિત કિંમત રૂ. ૨.૩૫ લાખનું બોલેરો પીકઅપ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મુદ્દામાલને સરકારી ડેપો, ડોલવણ ખાતે જમા કરાવવામાં આવ્યો છે.

 

રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વ્યારા) દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, જપ્ત કરાયેલ ખેરનો જથ્થો અને બોલેરો પીકઅપ વાહન મળીને કુલ અંદાજિત ૨.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *