તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાશે
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭ :- તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં તા.૩૦.૦૭.૨૦૨૬ ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાંજે ૩:૩૦ કલાકે ‘તાપી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ’ની બેઠક યોજાશે.
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત આદિજાતિ વિસ્તારો માટે લોકઉપયોગી વિકાસલક્ષી કામોનું સુવ્યવસ્થિત આયોજન સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવાશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
