વાલોડ ગ્રામ પંચાયત દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શન હાથ ધરાયું
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭ – સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત વાલોડ તાલુકાના વાલોડ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા આશય સાથે ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શન અભિયાન હાથ ધરાયુ હતુ.
ગામના વિવિધ વિસ્તારો અને શેરીઓમાં ઈ-રિક્ષા/કચરા વાહન મારફતે ઘરોમાંથી ભીનો અને સૂકો કચરો એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પોતાના ઘરનો કચરો ખુલ્લામાં કે જાહેર માર્ગો પર ન ફેંકતા પંચાયતના કચરા વાહનમાં જ આપવા તેમજ ગામને સ્વચ્છ રાખવામાં પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
