ભારે વરસાદ બાદ તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી વેગવાન

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :– તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને થયેલી અસરોની સમીક્ષા અર્થે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પાક નુકસાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા ખેતીvadi અધિકારીશ્રીની સૂચના અનુસાર, ખેતીવાડી વિભાગની સર્વે ટીમો દ્વારા ડોલવણ તાલુકાના પદમ ડુંગરી, ચુનાવાડી, પાટી, પંચોલ અને પીપલવાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
સર્વે દરમિયાન અધિકારીઓ અને સર્વેક્ષણ ટીમે ખેતરોમાં પ્રત્યક્ષ જઈને પાણી ભરાવાના કારણે ડાંગર, શેરડી સહિતના વિવિધ પાકોને થયેલા ક્ષતિગ્રસ્ત વિસ્તાર અને નુકસાનીનુ આંકલન કર્યું હતું.
આ સાથે જ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સ્થળ પર સીધો સંવાદ સાધીને નિયમાનુસારની જરૂરી પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
ખેતીવાડી વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત ખેતરોનો સર્વે ઝડપથી પૂર્ણ કરી અહેવાલ તૈયાર કરવા માટેની કામગીરી સુચારુ રૂપે ચલાવવામાં આવી રહી છે, જેથી નિયમાનુસારની આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
