દિલ્હી ખાતે યોજાનાર નહેરુ હોકી ટુર્નામેન્ટ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે

જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ માટે તાપી જિલ્લા કક્ષાની એન્ટ્રીઓ ૩૦મી જુલાઈ સુધીમાં જમા કરાવવાની રહેશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૫. :- ગુજરાત સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત ૪૩મી નહેરુ સબ જુનિયર હોકી ટુર્નામેન્ટ (અં-૧૫ ભાઈઓ), ૩૨મી નહેરુ ગર્લ્સ હોકી ટુર્નામેન્ટ (અં-૧૭ બહેનો) તથા ૫૪મી નહેરુ જુનિયર હોકી ટુર્નામેન્ટ (અં-૧૭ ભાઈઓ)દિલ્હી ખાતે યોજાનાર નહેરુ હોકી ટુર્નામેન્ટ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશેo નું આયોજન ઓક્ટોબરથી નવેમ્બર ૨૦૨૬ સુધી દિલ્હી ખાતે યોજાશે.
જે અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધા આગામી ટૂંક સમય યોજાશે. આ જિલ્લા કક્ષાની જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા માટે અં-૧૫ ભાઈઓ અને અં-૧૭ ભાઈઓ-બહેનોની એન્ટ્રી આગામી તા. ૩૦.૦૭.૨૦૨૬ ના રોજ સમય સાંજે ૪:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. એન્ટ્રી જમા કરાવવાનું સ્થળ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મુસા રોડ, સરકારી લાઈબ્રેરીની પાછળ, વ્યારા ફાયર સ્ટેશનની બાજુમાં, વ્યારા, જિલ્લા તાપી ખાતે રાખવામાં આવ્યું છે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
