તાપીના બરડીપાડા-ધોળકા માર્ગ પર કોઝવે ક્ષતિગ્રસ્ત થતાં યુદ્ધના ધોરણે સમારકામ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૭. :- તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદના કારણે બરડીપાડાથી ધોળકાને જોડતા માર્ગ પર આવેલો કોઝવે/રસ્તો નદીના પ્રવાહને લીધે ક્ષતિગ્રસ્ત થયો હતો. વરસાદી પાણીના ભારે વહાવને કારણે રસ્તાની બંને બાજુ ધોવાણ થતાં વાહનવ્યવહાર ખોરવાતા સ્થાનિકોની મુશ્કેલીઓને કેન્દ્રમાં રાખીને માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ક્ષતિગ્રસ્ત રસ્તા પર મેટલ અને માટીનું પુરાણ કરી તેમજ બંને કિનારે સેન્ડ બેગ્સની મજબૂત આડશ ઊભી કરીને રસ્તાનું ધોવાણ અટકાવવામાં આવ્યું હતુ. તંત્રની ત્વરિત કામગીરીને પગલે આ માર્ગ પર ફરીથી વાહનવ્યવહાર સુરક્ષિત રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ બાબતો ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
