ભારે વરસાદ વચ્ચે તાપી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ સતર્ક

0
ભારે વરસાદ વચ્ચે તાપી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ સતર્ક
Contact News Publisher

અસરગ્રસ્ત કોઝવે, ગરનાળાં અને નાના પુલો પર સાઈનેજ બોર્ડ તથા સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૭ :- તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અસરગ્રસ્ત માર્ગો પર જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા કોઝવે, ગળનાળાં અને નાના પુલો પર વાહનચાલકો અને રાહદારીઓને પૂર્વચેતવણી મળી રહે તે માટે ચેતવણી દર્શાવતા સાઈનેજ બોર્ડ મૂકવામાં આવ્યા છે.

 

ઉપરાંત, જોખમી સ્થળોએ સુરક્ષા ગાર્ડની પણ તૈનાતી કરવામાં આવી છે, જેથી પાણીના પ્રવાહ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય.

 

માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા અસરગ્રસ્ત માર્ગો પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ વરસાદની પરિસ્થિતિને અનુરૂપ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર તંત્ર અને માર્ગ-મકાન વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, પાણીથી છલકાતા કોઝવે કે પુલ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, સ્થળ પર મુકવામાં આવેલા ચેતવણી બોર્ડ અને સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરે તેમજ પોતાની અને અન્યની સુરક્ષાને પ્રાથમિકતા આપે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને વૈકલ્પિક સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *