ડોલવણમાં સૌથી વધુ ૫૨ અને ઉકાઇમાં ૪૯ મીમી વરસાદ વરસ્યો

0
ગ્રામ્ય વિસ્તારનો વરસાદ એઆઈ જનરેટર
Contact News Publisher

ગ્રામ્ય વિસ્તારનો વરસાદ(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬. :- ​તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત આંકડા મુજબ, તા. ૦૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારના ૬:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીના ૧૨ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે.

 

આ સમયગાળામાં જિલ્લાના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. સોમવારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં ૫૨ મીમી અને ઉકાઈ વિસ્તારમાં ૪૯ મીમી જેટલો નોંધાયો છે.

 

આ સિવાય અન્ય તાલુકાઓની વાત કરીએ તો વાલોડમાં ૨૯ મીમી, સોનગઢમાં ૨૩ મીમી, ઉચ્છલમાં ૨૧ મીમી, વ્યારામાં ૧૬ મીમી, નિઝરમાં ૧૨ મીમી અને કુકરમુંડામાં સૌથી ઓછો ૦૮ મીમી વરસાદ નોંધાયો છે.

​000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા  હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *