સોનગઢના ચકવાણ ગામેથી હોમિયોપેથિક ડૉકટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપી

0
સોનગઢના ચકવાણ ગામેથી હોમિયોપેથિક ડોકટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. શ્રી કે.ડી. મંડોરા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી તથા શ્રી એન.પી. ગરાસીયા પોલીસ સબ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન આ.પો.કો. અક્ષયકુમાર કાંતિલાલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ચકવાણ ગામે બસ સ્ટેન્ડની બાજુમાં એક ભાડાના મકાનમાં બોગસ ડોકટર નામે મનિષભાઇ પ્રકાશભાઇ સોનવણે કોઇ પણ અધિકાર વગર ગેર કાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરે છે. અને હાલમાં તેની પ્રવૃતિ ચાલુ છે. તેવી બાતમી આધારે ગુનખડી પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરશ્રી પ્રિયંકાબેન ચૌધરીને સાથે રાખી આ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હોમિયોપેથિક ડૉક્ટર આરોપી મનિષભાઇ પ્રકાશભાઇ સોનવણે ઉ.વ.૩૦ રહે. સોનગઢ સત્તેશ્વર નગર પરોઠા હાઉસની બાજુમાં તા.સોનગઢ જી.તાપી અલગ અલગ એલોપેથિક દવાઓ તથા મેડીકલને લગતુ સામાનનો જથ્થો જેની કુલ કિમંત રૂપિયા ૬૭,૦૪૬/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ. જેઓ બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીની ડીગ્રી ધરાવતા હોય પરંતુ એલોપેથિક દવાઓ આપવા કે બેડ રાખી ક્લીનિક ચલાવવા બાબતે કોઇ સક્ષમ ડીગ્રી કે પ્રમાણપત્ર ધરાવતા નહી હોવાનું જણાઇ આવતા તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં અ.હે.કો. હિરેનભાઇ ચિમનભાઇએ ફરીયાદ આપતા સોનગઢ પોલીસ સ્ટેશનમા કાયદા મુજબની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી:-

મનિષભાઇ પ્રકાશભાઇ સોનવણે ઉ.વ.૩૦ રહે. સોનગઢ સત્તેશ્વર નગર પરોઠા હાઉસની બાજુમાં તા.સોનગઢ જી.તાપી

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી શાખા તાપી, (૨) અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ એસ.ઓ.જી શાખા તાપી, (૩) આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ એસ.ઓ.જી શાખા તાપી, (૪) આ.પો.કો. અક્ષયકુમાર કાંતિલાલ એસ.ઓ.જી. શાખા તાપી

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *