ડોલવણમાં સૌથી વધુ ૨૮૭ મીમી, વાલોડમાં ૨૨૫ અને વ્યારામાં ૧૭૨ મીમી વરસાદ નોંધાયો
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩. :- તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ, શુક્રવારે તા. ૦૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના ૧૨ કલાક દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો.
આ સમયગાળામાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૨૮૭ મી.મી. અને વાલોડ તાલુકામાં ૨૨૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ સિવાય વ્યારા તાલુકામાં પણ ૧૭૨ મીમી, સોનગઢમાં ૬૭ મીમી, ઉકાઇમાં ૪૧ મીમી, કુકરમુંડામાં ૧૩ મીમી, ઉચ્છલમાં ૧૦ મીમી અને નિઝર તાલુકામાં ૦૩ મીમી વરસાદ નોંધાયો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
