તાપી જિલ્લામાં ‘ગ્લુ-ટ્રેપ’ (ઉંદર પકડવાની જાળ) ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ

0
તાપી જિલ્લામાં ‘ગ્લુ-ટ્રેપ’ (ઉંદર પકડવાની જાળ) ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 30. – ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે તાપીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા સમગ્ર તાપી જિલ્લામાં ઉંદર પકડવાની ચીકણી જાળ એટલે કે ‘ગ્લુ-ટ્રેપ’ (ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સંયુક્ત પશુપાલન નિયામકશ્રી અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની સત્તાવાર વિગતો અનુસાર, ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ ગ્લુ-ટેપ અત્યંત ઘાતક અને અમાનવીય છે.

કોઈપણ જીવને આવી બિનજરૂરી પીડા કે વેદના આપવી એ કાયદાકીય ગુનો બને છે.

આ જાહેરનામું ૧૨/૦૭/૨૦૨૬ સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ, વેપારી કે સંસ્થા આ જાહેરનામાના નિયમોનો ભંગ કરતા અથવા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરતા પકડાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *