તાપી જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 30. – ભારતીય હવામાન વિભાગ (IMD અમદાવાદ) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના વિસ્તારોમાં આગામી ૨૪ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ હવામાન આગાહી તા. ૩૦ જૂનના રોજ સાંજે ૧૬:૨હવામાન૯ કલાકે જાહેર કરવામાં આવી છે, જે આગામી ૨૪ કલાક એટલે કે તા. ૦૧ જુલાઈના રોજ સાંજે ૧૬:૨૯ કલાક સુધી માન્ય રહેશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
