તાપીના ડૉ. પ્રીતિકુમારી યોગેશભાઈ કોંકણી સમાજકાર્યમાં પીએચ.ડી. થયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 30. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજકાર્ય પ્રોગ્રામમાં ચાલતા પીએચ.ડી. અભ્યાસક્રમ અંતર્ગત ડૉ. પ્રીતિકુમારી યોગેશભાઈ કોંકણી દ્વારા પ્રસ્તુત સંશોધન અભ્યાસ “આદિવાસી બાળકોમાં કુપોષણ માટેના જવાબદાર પરિબળો અને આંગણવાડીઓના પ્રયત્નોનો સમાજકાર્યના પરિપ્રેક્ષ્યમા એક અભ્યાસ” (તાપી જિલ્લાના સંદર્ભમાં) યુનિવર્સિટી દ્વારા માન્યતા આપી તેમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. ઉપરોક્ત સંશોધન અભ્યાસ તેમણે સમાજ કાર્યના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સોશિયલ વર્ક ચેરમેન ડોક્ટર બહાદુર સિંહ વસાવા ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે આ સરાહનીય કામગીરી અને ઉપલબ્ધી બદલ ડૉ. પ્રિતિકુમારી કોણીને યુનિવર્સિટી અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
