મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૬. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને નિવૃત થનાર કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ તકે મોસાલી ગામનાં સરપંચ સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંચભાયા, પંચાયત સભ્ય ચંદ્રવદન પરમાર, પ્રેરણા પઢીયાર, વેપારી મંડળનાં પ્રમુખ અસ્લમભાઈ માંજરા, વિદેશથી પધારેલા મહેમાનો, ગ્રામજનો, વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, શીલાબેન ચૌધરી, લલીતાબેન ગામીત, આશિષ ચૌધરી, તેજલ પટેલ, જયદીપ ચૌધરી, એસએમસી સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ અવસરે શાળાનાં ઉપશિક્ષક ઇમરાનખાન પઠાણ કે જેઓની સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થયેલ છે તેમનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણી પ્રસંગે એડવોકેટ નિમેષભાઈ ટેલર દ્વારા દરેક બાળક માટે ક્રીમ રોલ તેમજ બિસ્કીટ આપવામાં આવેલ જે બદલ સમગ્ર સ્ટાફગણે આભાર વ્યક્ત કર્યો હતો.
બીજીતરફ માંગરોળ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર ડી.એમ.પટેલનાં હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો જ્યારે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંગીતાબેન ગામીતનાં હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બંને કચેરીઓએ ધ્વજ રક્ષક તરીકે ઇમરાનખાન એન પઠાણે સેવા બજાવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
