વાલોડના અલગટ ગામે “ખેતી બચાવો અભિયાન” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૯ :- વાલોડ તાલુકાના અલગટ ગામે “ખેતી બચાવો અભિયાન” અંતર્ગત “સ્વસ્થ માટી, સશક્ત કિસાન, સમૃદ્ધ ભારત”
વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી ઘટતી જમીનની ફળદ્રુપતા અટકાવવા અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે તેમને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ડો. એચ. આર. જાધવ, ડો. અર્પિત જે. ઢોડિયા અને ડો. જે. બી. બુટાણીએ હાજર રહી ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત અને કુદરતી પાક સંરક્ષણની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કુદરતી ખેતી અપનાવવાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે અને ખેતી ખર્ચ ઘટતાં ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
આ કાર્યક્રમમાં GPKVB સ્ટાફ પાયલબેન ચૌધરી, શ્રી સુરેખાબેન આર. પટેલ અને યોગીતાબેન ડી. પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું, તેમજ ગામના ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં અલગટ ગામના મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
