કાનપુરા જન કલ્યાણ શિબિરમાં સુગમ પોર્ટલ અંગે નાગરિકોને અપાયું માર્ગદર્શન

તાપીમાં ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.15. :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લાના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તેવા આશયથી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વ્યારાના કાનપુરા ખાતે વ્યારા મામલતદારશ્રી મનીષભાઈ ભોયના અધ્યક્ષસ્થાને ‘જન કલ્યાણ શિબિર’ યોજાયો હતો.
આ જન કલ્યાણ શિબિરમાં ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોને વધુ સશક્ત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શિબિરમાં ઉપસ્થિત ગ્રામજનોને સરકારની તમામ ઓનલાઈન સેવાઓ એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે તે માટે ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ વિશે વિસ્તૃત અને સરળ સમજણ પૂરી પાડવામાં આવી હતી, તેમજ આધુનિક ડિજિટલ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો હતો.
શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જરૂરી સેવાઓ અને સહાય પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, જનકલ્યાણ શિબિરમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, આધાર કાર્ડ સેવા સહિતની યોજનાઓના લાભો તથા સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જિલ્લા માહિતી કચેરી દ્વારા શિબિરમાં આવેલા લાભાર્થીઓ અને ગ્રામજનોને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા વિવિધ સરકારી યોજનાઓની સચોટ વિગતો આપતા પુસ્તકો તેમજ પ્રકાશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
