ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી

0
ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા સ્થિત જે.કે. પેપર લિમિટેડ, યુનિટ CPM ખાતે તા. 5 થી 11 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહ-2026ની ઉજવણી ઉત્સાહ અને જનસહભાગિતા સાથે કરવામાં આવી હતી.

પર્યાવરણ જાગૃતિ, ટકાઉ વિકાસ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીની શરૂઆત પર્યાવરણ જાગૃતિ રેલીથી કરવામાં આવી હતી. આ ઉપરાંત આબોહવા પરિવર્તન વિષયક ક્વિઝ, ચિત્ર સ્પર્ધા અને “બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ” જેવી સ્પર્ધાઓમાં કર્મચારીઓ, તેમના પરિવારજનો, કોન્ટ્રાક્ટ કામદારો તથા સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે પ્લાન્ટ પરિસર, રહેણાંક કોલોની અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 1,650 ફળદાર તથા સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પરૂપે જ્યુટ તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તા. 11 જૂને યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), નવસારીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જે.કે. પેપરની પર્યાવરણલક્ષી પહેલોની પ્રશંસા કરી હતી. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી દુર્ગેશ મિશ્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી પીયૂષ મિત્તલ, શ્રી ટી. સુબ્રમણિયમ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

વિશ્વ પર્યાવરણ સપ્તાહની આ ઉજવણી દ્વારા જે.કે. પેપરે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વૃદ્ધિ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *