પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અને શાસક પક્ષનાં નેતાનો સન્માન સમારોહ યોજાયો

0
પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અને શાસક પક્ષનાં નેતાનો સન્માન સમારોહ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૧. આજરોજ પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અશ્વિનીબેન વાંસીયા તથા શાસક પક્ષનાં નેતા ગિરીશભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘનાં પ્રમુખ આશિષભાઈ પટેલ, મહામંત્રી ચેતનભાઈ પ્રજાપતિ, લીંગડ પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજેશભાઈ સોલંકી તેમજ બાલકૃષ્ણભાઈ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નવનિયુક્ત પ્રમુખ અશ્વિનીબેન વાંસીયા અને શાસક પક્ષનાં નેતા ગિરીશભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષભાઈ પટેલ દ્વારા બંને મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સંઘનાં મહામંત્રી ચેતનભાઈ પ્રજાપતિ અને લીંગડ પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજેશભાઈ સોલંકી દ્વારા પ્રમુખ તથા શાસક પક્ષનાં નેતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માનવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભવોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી તાલુકાનાં સર્વાંગી વિકાસ માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other