એચ.એચ.એમ.સી. એજ્યુકેશનલ કેમ્પસમાં કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમન્વય ૨૦૨૬ કાર્યક્રમ યોજાયો

0
એચ.એચ.એમ.સી. એજ્યુકેશનલ કેમ્પસમાં કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમન્વય ૨૦૨૬ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

આદર વ્યકિતની સાચી સફળતાનો આધાર છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ ) : તા.૦૮.  પાલેજ -વલણ માર્ગ પર આવેલ એચ.એચ.એમ.સી. એજ્યુકેશનલ કેમ્પસમાં એચ.એચ.એફ.એમ.સી. પબ્લિક સ્કૂલનાં ઓડિટોરિયમ ખાતે કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમન્વય ૨૦૨૬ કાર્યક્રમ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં વર્તમાન ગાદીપતિ હીઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં તેમજ મોટામિયા માંગરોલની ગાદીનાં ઉતરાધિકારી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીની વિશેષ હાજરીમાં રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. સલીમભાઈ સેગવાવાળાએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં વર્તમાન ગાદીપતિ હીઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ મોટામિયા માંગરોલની ગાદીનાં ઉતરાધિકારી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીનું કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટનાં અધ્યક્ષ તથા વડીલો દ્વારા ફૂલહાર તેમજ મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંચ સંચાલન ઇમરાનભાઇએ કર્યું હતું. ડો. ઇમ્તિયાઝ મોદી તેમજ સિરહાન કડીવાલાએ છાત્રોને તેઓની કારકિર્દી બાબતે ખૂબજ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. હાલનાં ડિજિટલ યુગમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી છાત્રોએ પોતાનાં ભવિષ્ય માટે કઈ લાઇનમાં જવુ તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્ય અતિથિ ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક ચોક્કસ હેતુ સાથે આપણે અહીંયા ભેગા થયા છીએ. સાચા બુઝુર્ગોની સંગત જાળવી રાખજો એમ તેઓએ જણાવ્યું હતું. શિક્ષણ બાબતે હાજર જનોને મહત્વપૂર્ણ વાત કહી પોતાનાં બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. નિસ્બત બાબતે તેઓએ ખાસ વાત કરી હતી. એઆઇ, ડેટા, રોજગાર, શિક્ષણ બધું જ મળશે જે જરૂરી છે પણ સાચા સૂફી સંતોની સોહબત મેળવી આદરનું મહત્વ સમજશો તો તમારુ જીવન વાસ્તવમાં ધન્ય બનશે અને સાથે સાથે આખેરતમાં પણ સફળતા મળશે. સમાજમાં શિક્ષણ બાબતે જે જાગૃતિ આવી છે એ ખૂબ સારી બાબાત છે. મોટામિયાં માંગરોલની ગાદીનાં બુઝુર્ગોનું સપનું અને પ્રયત્નોથી જે કામ થઇ રહ્યું છે જે ખૂબ મોટી વાત છે. એમ તેઓએ જણાવ્યું હતું. ત્યારબાદ કડીવાલા ઘાંચી સમાજનાં શિક્ષકો, ડિગ્રી મેળવનાર તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી અર્પણ કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતાં. સૌ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે આભારવિધિ રફીકભાઇ કડીવાલાએ કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *