નિઝરના રૂમકીતળાવ ગામે લોકભાગીદારી સાથે યોજાઈ સ્વચ્છતા રેલી; ગ્રામજનોએ લીધા સમૂહ શપથ

“૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” – તાપી જિલ્લો
—
તાપી જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ”ની ભવ્ય ઉજવણી
—
વ્યારા-નિઝરમાં સામુહિક સ્વચ્છતા, કાપડની થેલીનો ઉપયોગ અને પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટના ઉપયોગ અંગે વિશેષ ભાર અપાયો
—
નિઝરના રૂમકીતળાવ ગામે લોકભાગીદારી સાથે યોજાઈ સ્વચ્છતા રેલી ; ગ્રામજનોએ લીધા સમૂહ શપથ
—
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. 08 : દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણીના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ” અંતર્ગત વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.
વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તા. ૦૮ જૂન, ૨૦૨૬ના રોજ જિલ્લાના વ્યારા અને નિઝર તાલુકા સહિત તમામ તાલુકાઓમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી સાથે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.
કેન્દ્ર સરકારના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે, વ્યારા બ્લોકની છીરમા ગ્રામ પંચાયત ખાતે “સ્વચ્છતા સપ્તાહ” અંતર્ગત ગામમાં એસબીએમ કર્મીઓ દ્વારા નવનિર્મિત પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા તેમજ કાપડની થેલીનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરાયા હતા.
આ સાથે જ, આ સ્ટોરેજ યુનિટના શેડનો વૈજ્ઞાનિક અને યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ કચરાના સુદ્રઢ વ્યવસ્થાપન દ્વારા ગામની સુંદરતા કેવી રીતે વધારવી તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ સાથે નિઝરના રૂમકીતળાવ ગામે પણ “સ્વચ્છતા સપ્તાહ” અંતર્ગત જનજાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ચોક ખાતે એકત્રિત થયેલા તમામ ગ્રામજનોએ ગામને સ્વચ્છ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત રાખવાના “સ્વચ્છતા શપથ” લીધા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

Looks like a great initiative for the community! How did the locals respond during the rally?