ઉકાઇ જી.ઇ.બી.ના ગો ગ્રીન ગ્રુપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ

0
ઉકાઇ જી.ઇ.બી.ના ગો ગ્રીન ગ્રુપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. ઉકાઇ જીઇબી કોલોનીના એન્જિનિયર કર્મચારી દ્વારા ગો ગ્રીન નામનું ગ્રુપ ચાલે છે, જે પર્યાવરણ અને પ્રકૃતિ જાળવણી અને વૃક્ષારોપણને લગતા વિવિધ કાર્યક્રમો અવારનવાર કરતા રહે છે.

 

દર વર્ષની‌ જેમ‌ આ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિવસે કોલોનીના બાળકોને પણ પર્યાવરણ બચાવવા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સવારે બાળકોને સાથે રાખી કોલોનીમાં પર્યાવરણ જાળવણીના બેનર સાથે સાયકલ રેલી કાઢવામાં આવી હતી ત્યાર બાદ કોલોનીમાં જ વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો બાળકોને સાથે રાખી કરાયા હતા.

 

સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ગો ગ્રીન ગ્રુપના સ્થાપક શ્રી આર.કે. પટેલ, શ્રી કૃણાલભાઇ ચૌહાણે કર્યું હતું અને ગ્રુપના તમામ સભ્યો શ્રી વાય.ડી. પટેલ,શ્રી એમ.આર. ધીવર, શ્રી‌ મિનેશભાઇ પટેલ, શ્રી સાગરભાઇ ચૌહાણ સહીત કોલોનીના બાળકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *