શિષ્યવૃતિની સાથે અનુભવી નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે JEE/NEET કોચિંગ કલાસ : વિદ્યાર્થીઓ જોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ગુજરાત સરકાર દ્વારા મેડિકલ (NEET) અને એન્જિનિયરિંગ (JEE) જેવી વ્યાવસાયિક પ્રવેશ પરીક્ષાઓની શ્રેષ્ઠ તૈયારી થઈ શકે તે માટે વ્યારા સ્થિત માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ-વ્યારામાં JEE / NEET COACHING CENTRE તરીકે ફાળવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને તદ્દન વિનામૂલ્યે ઉચ્ચ સ્તરનું કોચિંગ આપવામાં આવશે.
વ્યારા,વાલોડ અને ડોલવણ તાલુકામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સાયન્સ પાસ કરી ચૂકેલા અને આ વર્ષે NEET/JEE ની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ (ગેપ લીધેલ વિદ્યાર્થીઓ) અને ફરીથી તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ જોડાય શકે છે.
કોચિંગ સેન્ટરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્પેશિયલ કોચિંગ સ્ટડી મટીરીયલ પણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, કોચિંગમાં ભાગ લેનારા તમામ કેટેગરીના (GENERAL, SC, ST, OBC) વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ JEE અને NEET ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ સ્પેશિયલ JEE/ NEET વર્ગો ચલાવીને વિદ્યાર્થીઓને ગૂંચવતા પ્રશ્નોનું સરળ સોલ્યુશન કરાવવામાં આવશે.
વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ સુવર્ણ તકનો લાભ લેવા અને વહેલી તકે માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારા ખાતે સંપર્ક કરી પોતાનો પ્રવેશ નિશ્ચિત કરવા જણાવાયું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
