ગરીબ અને મધ્યમવર્ગનું માનીતુ વ્હીકલ એટલે ‘સાયકલ’
તસવીર : વિજય પટેલ (ઓલપાડ)

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૩. આજે 3જી જૂન ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે આપણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સાયકલનાં અનન્ય મહત્વને યાદ કરીએ છીએ. સાયકલ માત્ર વાહન નથી, પણ શારીરિક તંદુરસ્તી અને આર્થિક સ્વાવલંબનનું એક પ્રબળ સાધન છે. પણ બીજીતરફ આપણી આસપાસ એવાં ઘણાં પરિશ્રમી લોકો છે જેઓ સાયકલનાં માધ્યમથી પોતાનું અને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ સાયકલને માત્ર એક મુસાફરીનું સાધન નહીં, પરંતુ પોતાની આજીવિકાનો એક હિસ્સો માને છે. તસવીરમાં જોઈ શકાય છે તે વયોવૃદ્ધ વ્યક્તિ પોતાની સાયકલ પર તૈયાર કરાયેલ લારી દ્વારા ઓલપાડ ટાઉન તથા આસપાસનાં ગામડાઓમાં વર્ષોથી પોતાનો વ્યવસાય ચલાવી રહ્યાં છે, જે તેમની કર્તવ્યનિષ્ઠા અને સાયકલની ઉપયોગિતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
