કામરેજમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી. તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. ગઇ તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય અને વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કોન્સ. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતેથી કામરેજ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- મનુભાઇ ઇશ્વરભાઇ દેસાઇ ઉ.વ.૨૮ રહે. સોનગઢ શિવાજીનગર તા. સોનગઢ જી.તાપી મુળ રહે, પાટણ હિરાવાડી તા.જી.પાટણ ને તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કોન્સ. વિનોદભાઇ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
