નિઝર તાલુકામાં ગેરકાયદેસર રેતી સંગ્રહ સામે તંત્રની કાર્યવાહી

0
Action against illegal sand stocks at nizar
Contact News Publisher

કોટલી ગામે આશરે રૂ. ૧.૮૬ કરોડથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૦૨.તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી નિઝર, ઈ.ચા. મામલતદારશ્રી, નિઝર તથા ઈ.ચા. મામલતદારશ્રી ઉચ્છલ ની સંયુક્ત ટીમ દ્વારા સોમવારે નિઝર તાલુકાના મોજે. કોટલી ગામે આવેલ ભાવેશભાઈ પટેલ રેતીની લીઝ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્થળ પર હાજર વ્યક્તિઓ દ્વારા રેતી સંગ્રહ સંબંધિત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં હાજર લીઝના માણસો દ્વારા રજૂ કરેલ પુરાવાઓ અને સ્થળની વિગતો અલગ જણાઇ આવતા તંત્ર દ્વારા અંદાજિત ૧૮૦૦ ટન સાદી રેતી (ગ્રાવલ) નો જથ્થો સાથે ૧૬ હોડીઓ પાઈપ સાથે, ૫ હિતાચી, ૭ ચારણા મળી કુલ રૂ. ૧.૩૯ કરોડનો સામાન સીઝ કરવામાં આવ્યો હતો. લીઝના એરિયાની માપણી કરી લીઝનો કોડ તાત્કાલીક અસરથી બંધ કરવા ભૂસ્તર વિભાગને જાણ કરાઈ હતી.

આ ઉપરાંત, તપાસ દરમિયાન વિસ્તારમાંથી પસાર થતી રેતી ભરેલી ટ્રક નં. MH-39-AC-9925 ને રોકી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ટ્રકના ડ્રાઈવર પાસે એક રોયલ્ટી પાસ ઉપર બીજી વેળા રેતી વહન કરતા જણાઈ આવતા તંત્ર દ્વારા ટ્રક સાથે અંદાજિત ૨૧ ટન સાદી રેતી સીઝ કરવામાં આવી

તી. ટ્રક અને રેતી સહિતની કુલ અંદાજિત કિંમત રૂપિયા ૪૭.૦૦ લાખ જેટલી થાય છે. તેમ, નિઝર પ્રાંત દ્વારા મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *