તાપી જીલ્લાની વિભાગીય કામગીરી અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે સમીક્ષા બેઠક યોજી

વિવિધ યોજનાઓના અમલીકરણ, આગામી કાર્યક્રમો અને વસતી ગણતરીની પ્રક્રિયા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 02 : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વિવિધ વિભાગીય સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા વહીવટી પ્રક્રિયાઓને વધુ ઝડપી, પારદર્શક અને જનકેન્દ્રિત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે સીએમ ડેશબોર્ડ, કેપીઆઈ, નેગેટિવ ન્યૂઝ મોનિટરિંગ, સુગમ ડિજિટલ ગુજરાત તથા આગામી વસતી ગણતરીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ લોકકેન્દ્રિત કાર્યક્રમો અને શિબિરોના અસરકારક આયોજન માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ સહિત જિલ્લા-તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
