શનિવારે મોસાલી વિજ સબસ્ટેશનનાં ત્રણ અને ધામરોડ વિજ સબસ્ટેશનનાં તમામ વીજ ફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે

0
IMG-20200619-WA0042

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  તારીખ ૨૦ મી જૂનનાં   શનિવારે, માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે ઉભા કરાયેલ વીજસબસ્ટેશનમાંથી નીકળતાં માઇક્રો ટાવર ઇન્ડ., ડુંગરી જે.જી.વાય. અને નાનીનરોલી એ.જી.નાં વિજફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે ૯ વાગ્યા થી સાંજે ૧૭.૩૦ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જયારે માંગરોળ તાલુકાનાં ધામરોડ ખાતે ઉભા કરાયેલ વિજસબસ્ટેશન માંથી નીકળતા તમામ વિજફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે ૯ વાગ્યાથી સાંજે ૧૮ કલાક સુધી બંધ રહેશે,આમ ઉપરોક્ત વિજફીડરો ઉપર આવતાં ગામોનાં વીજ ધારકોને વીજ પુરવઠો મળશે નહીં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other