ભારતના મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિષે આપત્તિ જનક ટિપ્પણી કરનાર એંકર અમીષ દેવગન વિરુદ્ધ મામલતદાર માંગરોલને આવેદનપત્ર તથા પી.એસ.આઇ. ને ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,  મોટામિયાં માંગરોળ)  :  અમીષ દેવગન દ્વારા એક ડિબેટમાં ભાગ લેનારાઓ સામે ભારતનાં  મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિષે આપત્તિ જનક ટિપ્પણી કરનાર  એંકર અમીષ દેવગન વિરુદ્ધ માંગરોલનાં મામલતદારને આવેદનપત્ર મોટામિયા માંગરોલનાં કોગી અગ્રણી ઈરફાન  મકરાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા  આપી ફરિયાદ દાખલ કરવા માટે અરજી પણ પી.એસ.આઇ. નેઆપી છે.

આવેદનપત્ર  અને અરજીમાં જણાવાયું છે કે આ એન્કર દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ વિષે જાણી જોઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મુસ્લિમ કોમની  લાગણી દુભાય તેમજ ભારતની કોમી એકતા તોડવા ઈરાદા પૂર્વક આ શબ્દનો પ્રયોગ કર્યો  છે તો આ એન્કર તેમજ ડિબેટ મા ભાગ લેનારને  સખ્ત કાર્યવાહી કરવાજણાવ્યુ છે અને ઈરફાન મકરાણી દ્વારા પોલીસ મથકે પણ અરજી આપી ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે,એમની સાથે મોહમ્મદ જે. પી., એડવોકેટ સુહૈલ નૂર, અન્ય મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other