ઓલપાડ : તળાદ માધ્યમિક શાળાનું એસ.એસ.સી. બોર્ડ પરીક્ષાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પરિણામ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં ધોરણની બોર્ડની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 67 વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાએ 78.82 ટકા જેટલું પરિણામ પ્રાપ્ત કરેલ છે. આ પરિણામ આટલા વર્ષો પછી સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. પ્રથમ નંબર ઉપર ભાવના નિતીનભાઈ કાકલોતર એ 90.83 ટકા સાથે A- 1 ગ્રેડ મેળવ્યો છે તથા બીજા નંબર ઉપર 88.33 ટકા સાથે રામની દયારામભાઈ સહાનીએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તૃતીય નંબર ઉપર 80.33 ટકા સાથે વિશ્વા મહેશભાઈ પટેલે A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અંગ્રેજી વિષયનું સૌથી ઊંચું પરિણામ 95.29 ટકા ચાલુ વર્ષે આવેલ છે, જે બદલ આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવી આ પરિણામમાં દર વર્ષે પ્રગતિ થતી રહી એવી શુભેચ્છા પાઠવી હતી. શાળાનાં સ્થાનિક કેળવણી મંડળે પણ તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં. ભવિષ્યમાં પણ આ જ રીતે તમામ વિદ્યાર્થીઓ સારા ટકા મેળવી પોતાનું, વાલીનું તેમજ શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
