તાપી જિલ્લાની આંગણવાડીઓમાં ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો 

0
Tapi balak palak sarjan programme at aanganwadi kendra
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 21 :- તાપી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તા.૧૯ અને ૨૦ મે ૨૦૨૬ના રોજ “બાલક પાલક સર્જન” કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના પૂર્વ-પ્રાથમિક શિક્ષણથી વાલીઓને માહિતગાર કરવાનો, બાળકોના નામાંકનમાં વધારો કરવાનો અને બાળકોની નિયમિતતા વધારવાનો છે.

 

આ બે દિવસીય આયોજન અંતર્ગત, તા.૧૯ મેના રોજ ૩ થી ૬ વર્ષના બાળકો અને વાલીઓએ સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. જ્યારે તા.૨૦ મેના રોજ ૨ થી ૩ વર્ષ સુધીના પ્રવેશપાત્ર બાળકો માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.

 

કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ ઓફિસરશ્રીએ ઉપસ્થિત લાભાર્થીઓને પૂર્વ-પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને તેના ફાયદા સમજાવી, બાળકોને નિયમિત આંગણવાડીએ મોકલવા અનુરોધ કર્યો હતો.

 

આઈસીડીએસ (ICDS) વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લાના તમામ કેન્દ્રો પર યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાળકોને કલરકામ, ચીટકકામ, છાપકામ, માટીકામ, રંગપૂરણી, રંગોળીકામ અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓની મોટી સંખ્યામાં સહભાગીતા વચ્ચે સમગ્ર કાર્યક્રમ અત્યંત આનંદમય અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો.

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *