ડોલવણના બેડારાયપુર પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો

0
IMG-20260518-WA0017
Contact News Publisher

૩૫૦ થી વધુ ગ્રામજનોએ મેળવી સરકારી યોજનાઓની માહિતી, વિવિધ અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બેડારાયપુર પ્રાથમિક શાળા ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 

આ કેમ્પમાં બેડારાયપુર, ઉમરકચ્છ, ઘાણી, બેડચિત, કામલાપુર, ભોજપુર દુર, કલકવા, ગડત, ઉમરાવ નજીક, ગંગાપુર તથા ધરમપુરાય ગામોના કુલ ૩૫૦ વધુ નાગરિકો ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી યોજનાકીય લાભો મેળવ્યા હતા.

 

કેમ્પ દરમિયાન આઘારકાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અરજીઓ, કિસાન ક્રેડિટ કાર્ડ મનરેગા જોબ કાર્ડ, જાતિ પ્રમાણપત્ર તથા રેશનકાર્ડ સહીતની વિવિધ યોજનાઓની અરજીઓ સ્વીકારી લાભ આપવામાં આવ્યો હતો.

 

આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ સ્ક્રીનિંગ દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ગ્રામજનોને આયુષ્માન કાર્ડ, આવાસ યોજના, મનરેગા સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કેમ્પ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સરકારી યોજનાઓનો લાભ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

નોંધનીય છે કે, આજે ૧૯ મી મે ના રોજ ૧૦.૩૦ કલાકે પ્રાથમિક શાળા ડોલવણ ખાતે વાંકલા, કૂંભીયા,બામણામાળ દૂર, ડોલવણ,પાઠકવાડી,ઉમરવાવ દૂર,કાકડવા,વર જાખાણ ગ્રામપંચાયતોના નાગરિકો માટે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે.

00000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *