વાલોડ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 18 :- મહુવા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને સોમવારે વાલોડ તાલુકાના ગણેશ મંદિર હોલ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તાલુકામાં પીવાના પાણી તેમજ રસ્તાઓની સુવિધાઓનું સુદ્રઢ આયોજન કરવાનો અને તમામ વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્યશ્રી ઢોડિયાએ, નલ સે જલ યોજના અંતર્ગત નવી પાણીની ટાંકીઓના નિર્માણકાર્યો તેમજ વિસ્તારના વિવિધ રોડ-રસ્તાના બાકી રહેલા વિકાસ કાર્યોની વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી હતી..
ઉપરાંત, હાલની ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અંગે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે હાલાકી ઊભી ન થાય તે વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવા ખાસ તાકીદ કરી હતી…
નોંધનીય છે કે, ધારાસભ્યશ્રીએ તમામ લોકઉપયોગી કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
_______
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
