વ્યારામાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ થકી વાહનચાલકોને નિયમોનું પાલન કરવા સમજ અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. :- તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સોમવારે જનક હોસ્પિટલ ત્રણ રસ્તા, વ્યારા ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી.શેખ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી.પરધનેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે વિગતવાર માહિતી અને સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ અવશ્ય પહેરવા, ફોર-વ્હીલર ચાલકોને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા તેમજ રાત્રિના સમયે અકસ્માત નિવારવા માટે ગાડીના પાછળના ભાગે રેડિયમ રીફલેક્ટર લગાવવા ખાસ અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વાહનચાલકોએ પોતાના વાહનના જરૂરી દસ્તાવેજો જેવા કે પી.યુ.સી. (PUC), ઇન્સુરન્સ અને આર.સી. બુક હંમેશા સાથે રાખવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોની સમજ આપતા ઉપયોગી પેમ્પલેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
