લોકસેવામાં વ્યસ્ત અધિકારી-કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે તે જરૂરી – નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ

0
IMG-20260517-WA0003
Contact News Publisher

૧૭મી મે – વિશ્વ હાઈપરટેન્શન દિવસ

તાપી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં ૭૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓએ સ્વાસ્થ્યની તપાસ કરાવી 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૭ :- વિશ્વ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. આ પ્રશંસનીય પહેલ અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડેએ પણ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ એ જણાવ્યું હતું કે, “સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સતત લોકકલ્યાણને કેન્દ્રમાં રાખીને, લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ પહોંચે તે માટે કાર્યક્ષમ અને પરિણામલક્ષી કામગીરી કરતા હોય છે. આ વ્યસ્ત દિનચર્યા વચ્ચે તેઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું ભૂલી જતા હોય છે. આવા સમયસરના આરોગ્ય કેમ્પો દ્વારા તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાર્ગવ દવે અને તેમની તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ-કર્મચારીઓને હાઈપરટેન્શન (લોહીનું ઊંચું દબાણ) વિશે જાગૃત કરી, તણાવમુક્ત જીવનશૈલી અને નિયમિત હેલ્થ ચેકઅપ રાખવા અંગે જરૂરી તબીબી સલાહ-માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરી ખાતે શનિવારે યોજાયેલા આ કેમ્પમાં અંદાજિત ૭૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. ઉપરાંત, તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ માટે પણ આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયા હતા.

 સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other