વ્યારામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ : મહિનામાં બે વખત કાયમી શિબિરનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટ તથા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ (બીલીમોરાવાળા) રોટરી આંખની હોસ્પિટલ, નવસારી દ્વારા વિનામૂલ્યે નેત્રચકાસણી અને કાયમી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્યલક્ષી શિબિર દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે બપોરે ૨:૦૦ થી ૪:૦૦ કલાક દરમિયાન યોજાશે. આગામી શિબિર તા. ૧૪-૦૫-૨૦૨૬, ગુરુવારના રોજ યોજાનાર છે.
શિબિર દરમિયાન આંખોની નિઃશુલ્ક તપાસ, સારવાર અને ટીપાં તેમજ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ સાથે જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને આગળની સારવાર અંગે સલાહ પણ આપવામાં આવશે.
આ આયોજનમાં નગરપાલિકા વ્યારા તથા તાપી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સહયોગી સંસ્થા તરીકે જોડાયા છે. શિબિરનું સ્થળ નગરપાલિકા વ્યારા સંચાલિત કોમ્યુનિટી હોલ, તળાવ રોડ, વ્યારા નક્કી કરવામાં આવ્યું છે.
આયોજક સંસ્થાઓએ જાહેર જનતાને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે. સાથે જ “નેત્રદાન કરવાનો સંકલ્પ કરો, મૃત્યુ પછી પણ મૂલ્યવાન બનો” એવો સમાજ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
