CPMની એમ્પ્લોયીઝ યુનિયનની યોજાયેલ ચૂંટણીમાં “દીવા” પેનલનો ભવ્ય અને ઐતિહાસિક વિજય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટ્રલ પલ્પ મિલ્સ એમ્પ્લોયીઝ યુનિયન (રજી. નં. G-20) ની તા. 12-05-2025 ના રોજ યોજાયેલ ચૂંટણીમાં નગીનભાઈની આગેવાની હેઠળ “દીવા” પેનલને ભવ્ય અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે. આ વિજય બદલ સમગ્ર પેનલ તેમજ તમામ વિજેતા ઉમેદવારોને કર્મચારીઓ અને શુભેચ્છકો તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ભવ્ય વિજય બાદ સમગ્ર કામદાર વર્ગમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ચૂંટણીમાં કર્મચારીઓએ દીવા પેનલ ઉપર વિશ્વાસ વ્યક્ત કરી ભારે બહુમતીથી જીત અપાવી હતી. આ જીત કર્મચારીઓના વિશ્વાસ, એકતા અને પેનલ દ્વારા કરવામાં આવેલ સતત કર્મચારી હિતના કાર્યનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
નગીનભાઈના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મુકેશ નિકમ, સુનિલ સામુદ્રે, ધર્મેશ ચૌધરી, સતીશ જાધવ સહિત તમામ ઉમેદવારોએ જીત નોંધાવી હતી. વિજેતા ટીમે કર્મચારીઓના હિત, સુરક્ષા, સુવિધા અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દીવા પેનલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “આ જીત માત્ર અમારી નથી, પરંતુ સમગ્ર CPM પરિવારના વિશ્વાસ અને એકતાની જીત છે. આ વિજય માત્ર કોઈ એક પેનલનો નહીં, પરંતુ વર્ષોથી કામદારોના હક્ક, એકતા અને ન્યાય માટે કરવામાં આવેલા સતત સંઘર્ષ પર કામદાર ભાઈઓએ વ્યક્ત કરેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ અને સંસ્થાના વિકાસ માટે અમે સતત કાર્યરત રહીશું.”
ચૂંટણીના પરિણામ બાદ CPM યુનિટ ખાતે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો અને સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી વિજયની ઉજવણી કરી હતી.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
