સોનગઢ પોલીસ દ્વારા 22 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સુપ્રત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે. એન. દેસાઈની પ્રેરણાથી પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરી અંતર્ગત વિવિધ કામગીરીઓ પૈકી ખોવાયેલ, પડી ગયેલ તેમજ વિવિધ જગ્યાએ ભૂલી ગયેલ મોબાઈલ ફોન બાબતે અરજદારો દ્વારા આપવામાં આવેલ અરજીઓના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અરજદારોની અરજીના આધારે મોબાઈલ ફોનના IMEI નંબર “CEIR” પોર્ટલ ઉપર ટ્રેસ માટે મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ તથા SDR ના આધારે સફળ તપાસ હાથ ધરી કુલ નંગ-22 મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા. ટ્રેસ થયેલ મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે રૂપિયા 4,49,380/- જેટલી થાય છે.
ટ્રેસ થયેલ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવતા ફોન ગુમાવનાર અરજદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી તેમજ તેમણે પોલીસ વિભાગનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
નિઝર ડિવિઝન અંતર્ગત સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે આ પ્રશંસનીય કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. વી. ઢોલા તથા તેમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
તાપી જિલ્લા પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે, મોબાઈલ ફોન ગુમ થાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી CEIR પોર્ટલ ઉપર નોંધ કરાવવી જેથી ઝડપી ટ્રેસિંગ કાર્યવાહી કરી શકાય.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
