હાંસોટનાં સુણેવખૂર્દ ગામની નિષ્ઠા પટેલ ઝળહળતી સિદ્ધિ બદલ સન્માનિત 

0
તસવીર : વિજય પટેલ (ઓલપાડ)

તસવીર : વિજય પટેલ (ઓલપાડ)

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  અંકલેશ્વર નગરનાં દીવા વિસ્તાર સ્થિત અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિષ્ઠા અલ્પેશકુમાર પટેલે એસ.એસ.સી. બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં A 1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન હાંસલ કરી શાળા સહિત પોતાનાં માદરે વતન સુણેવખૂર્દ ગામનું નામ રોશન કરેલ છે. અંકલેશ્વર નગરની નીલમાધવ સોસાયટીનાં રહેવાસી દંપતી અલ્પેશ પટેલ અને નયના પટેલની આ પ્રતિભાવંત દીકરીએ ધોરણ 10 માં 98.50 ટકા (99.99 PR) મેળવી અપેક્ષિત પરિણામ હાંસલ કર્યું હતું.

ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અગ્રેસર રહેવા બદલ શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ, અંકલેશ્વર દ્વારા નિષ્ઠાનું પ્રમાણપત્ર અને મોમેન્ટો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળનાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે નિષ્ઠાએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *