દિવ્યાંગતા દીપી ઉઠી : કીમ નગરનાં વિદ્યાર્થી પ્રિન્સ મંત્રીએ S.S.C. બોર્ડની પરીક્ષામાં 78 % મેળવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરુ પાડ્યુ

0
IMG-20260507-WA0004
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કીમ નગરની પી.કે.દેસાઈ વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રિન્સ દિલીપભાઈ મંત્રીએ S.S.C. બોર્ડની પરીક્ષા મુળદ ખાતેની તપોવન વિદ્યાલયમાં લહિયાની મદદથી આપીને સૌને પ્રેરણા પૂરી પાડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ જન્મથી જ Cerebral Palsy (મગજનો લકવો) નામની દિવ્યાંગતા ધરાવે છે. બાળકને ચાલી કે ફરી ન શકવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં તે હિંમતવાળો, મનોબળવાન અને ખૂબ જ તેજસ્વી અને ઉત્સાહી છે. બાળકનાં માતાપિતા પણ ખૂબ જ હિંમતવાન અને જાગૃત છે. પોતાનાં બાળકનાં શિક્ષણ માટે તેમણે દરેક કાર્યમાં પોતાનો પૂરતો સમય આપ્યો છે. તેમનાં પ્રેમથી અને ધીરજપૂર્વક બાળકે દરેક કાર્યમાં સફળતા મેળવી છે. તેમજ તેનાં શિક્ષણ કાર્ય બાબતે તેમજ તેને અભ્યાસ માટે સમગ્ર શિક્ષાનાં આઈ.ઈ.ડી. વિભાગનાં સ્પેશિયલ શિક્ષક જીજ્ઞા પટેલ પણ તેટલાં જ સહભાગી બન્યા છે.
શાળા પરિવારનું માનવું છે કે પ્રિન્સની આ સફળતા દિવ્યાંગ બાળકો અને તેમનાં વાલીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. શારીરિક મર્યાદાઓ હોવા છતાં મનોબળ અને પરિવારનાં સાથથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આચાર્ય અમૃતભાઈ વસાવાએ જણાવ્યું કે પ્રિન્સ જેવાં વિદ્યાર્થીઓ અમારી શાળાનું ગૌરવ છે. અમે દરેક બાળકને સમાન તક આપવા કટિબદ્ધ છીએ.
ગતરોજ S.S.C. બોર્ડનું પરિણામ જાહેર થયું, જેમાં પ્રિન્સે 78 % હાંસલ કરી પોતાનાં માવતર સહિત શાળા તથા ગામનું નામ રોશન કરેલ છે. આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે પ્રિન્સને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *