ઉકાઇમાં છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ / પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20260507-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકેલ હોય અને નાસતા ફરતા આરોપીઓ બાબતે માહિતી મેળવવા હ્યુમન શોર્શ દ્વારા તેમજ ટેકનિકલ દ્વારા માહિતી મેળવતા હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવીસિંહ અને પો.કોન્સ. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે નારાયણ વિહાર જયપુર (રાજસ્થાન) ખાતેથી ઉકાઇ પો.સ્ટે. માં નોંધાયેલ છેતરપીંડીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- આકાશ રાજકુમાર ચુડીવાલ (જૈન) રહે.સૂર્યાશ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧ હીરાનગર મેટ્રો સ્ટેશન જી.જયપુર (રાજસ્થાન) હાલ રહે.S-2 ક્રિષ્ણમ-૩ એપાર્ટમેન્ટ શકિત્ત સરોવર પોલીસ કોલોની નારાયણ વિહાર જયપુર (રાજસ્થાન) ને તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉકાઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવીસિંહ, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. રોનક સ્ટીવનસન, પો.કોન્સ. ઇન્દ્રસિંહ વાલાભાઇ, પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ કામગીરી કરેલ છે.

 

 

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *