કાપોદ્રા સ્થિત તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતદાન સાહિત્ય પરત કરવાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

0
IMG-20260427-WA0000
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત વોર્ડ નં. ૧૪, ૧૬ અને ૧૭ માટે કાપોદ્રા સ્થિત તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકોનાં પ્રિસાઈડિંગ ઓફિસરો તથા પોલિંગ સ્ટાફ દ્વારા ઈ.વી.એમ. અને અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય-સામગ્રી પરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ફરજ બજાવતાં તમામ કર્મચારીઓનાં યોગ્ય સંકલન અને પરસ્પર સહયોગથી આ સમગ્ર કામગીરી અત્યંત શિસ્તબદ્ધ અને સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. કોઈપણ જાતની અવ્યવસ્થા વિના, શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતદાન સાહિત્ય સહીસલામત રીતે જમા લેવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટણી ફરજનાં નોડલ અધિકારીશ્રીએ તમામ પ્રિસાઈડિંગ ઓફિસરો, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો તથા પોલીસ સ્ટાફ સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની ફરજ બદલ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીનાં આ મહાપર્વને સફળ બનાવવામાં દરેક કર્મચારીનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. ગરમી અને કપરી પરિસ્થિતિ છતાં તમામ સ્ટાફે તટસ્થતા અને કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી છે. અંતમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ સામગ્રી સીલબંધ કરીને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other