વ્યારા નગરપાલિકા ચૂંટણી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ઉમેદવારી ફોર્મની ચકાસણીની વિગતો વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નગરપાલિકાના વિવિધ વોર્ડમાં કુલ ૮૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણીના અંતે ૫૬ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
આ ચકાસણી બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
વિશ્લેષણ કરીએ તો, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ૨૮ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ૧૭ અને આમ આદમી પાર્ટીના ૯ ફોર્મ માન્ય થયા છે. અપક્ષ તરીકે પણ ૨ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
