ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓએ હજીરા સ્થિત અદાણી પોર્ટની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ સુરત સ્ટેટ હાઈવે પર આવેલ તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં વિદ્યાર્થીઓએ હજીરા સ્થિત અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. ફિલ્ડ વિઝીટર નરેશભાઈનાં માર્ગદર્શન હેઠળ રજીસ્ટ્રેશન કરી કુલ ૫૨ વિદ્યાર્થીઓ તેમજ ૪ શિક્ષકો અદાણી પોર્ટની મુલાકાત માટે જોડાયા હતાં. આ મુલાકાત દરમિયાન ફિલ્ડ વિઝીટર નરેશભાઈએ અદાણી પોર્ટ ઉપર શીપ દ્વારા કેવી રીતે કન્ટેનરનું લોડીંગ કરવામાં આપી હતી. સાથોસાથ જુદા જુદા દેશોમાંથી અદાણી પોર્ટ ઉપર જે શીપ દ્વારા ડ્રાય તેમજ લિક્વિડ સ્વરૂપમાં જે માલ આવે છે, તેમજ મોકલવામાં આવે છે, તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી. તદ્ઉપરાંત તેમનાં માર્ગદર્શન હેઠળ વિલમાર્ક દ્વારા ફોર્ચ્યુન તેલ કેવી રીતે બનાવવામાં આવે છે તેમજ પેકિંગ કરવામાં આવે છે એ ફિલ્ડની પણ મુલાકાત કરાવવામાં આવી. આ તકે તેમણે સૌને બિઝનેસ ક્ષેત્રે પ્રેરણા મળે એ હેતુથી અદાણી કંપનીનાં જુદા જુદા ફિલ્ડ વિશે વિદ્યાર્થીઓ સાથે ફેસ ટુ ફેસ ચર્ચા હાથ ધરી હતી. અંતમાં શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે પ્રત્યક્ષદર્શી જ્ઞાન આપવા બદલ ફિલ્ડ વિઝીટર નરેશભાઈ તેમજ સહાયક શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
